Latest Entries »

अँधेरे चारों तरफ़ सायं-सायं करने लगे
चिराग़ हाथ उठाकर दुआएँ करने लगे
:Rahat Indori, The Great Rahat Indori
Ayehaye
सायं-सायं is probably a noise which we can hear when candle burns.
દીવાને જોઈને આ શેર બોલી તો જુઓ Boss. શ્રદ્ધા અને Positivityની આતંશબાજી ભીતર થશે.

ચાલ ખલીલ, આ અંધારાને ખોતરીએ
એમાં કંઈ અજવાળા જેવું લાગે છે !
:ખલીલ ધનતેજવી
અંધારાને ખોતરવાથી અજવાળું મળી શકે છે ! What a thought. 🙂
અજવાળું શબ્દ જ કેટલો મોહક છે? અજવાળાનો અનુભવ નથી થતો, અજવાળું નાનું કે મોટું નથી હોતું. અજવાળું પ્રગટતું હોય છે… પ્રસરતું હોય છે… અજવાળું એટલે જ નવા વિચારો-નવા જોમનું આવાહન..
કોઈ પણ ક્યારેય ઉદાસ ના થાય
થાય! તો મારી આસપાસ ના થાય 😀
:ભાવેશ ભટ્ટ
After laughing think about it deeply. it has a nice meaning, life would be heaven if people around use stays happy always.

આપણે બસ એ સૌને પ્રેમ કરીએ, આપણાં પોતાના લોકોના ટેન્શન, ચિંતા, બધું જાણવા તત્પર રહીએ.. સૌના સુખ ની ચિંતા કરીએ..
ઘણીવાર કોઈને ફક્ત સાંભળવાથી જ એમને સાંત્વના મળતી હોય છે. દિલાસો કે Solutionની એને જરૂર પણ નથી. . . .
બીજાને ખુશ રાખવાની તત્પરતા એ જ આપણા ચહેરાનો આનંદ બની જાય
આપણે મધર ટેરેસા ની જેવું જીવન નથી જીવવું, આજની લાઈફમાં આપણા માટે એ શક્ય પણ નથી. અને કોઈ સમાજસેવા કરતી સંસ્થાને દાન આપવા પણ નથી જવું.
આપણી સાથે જે લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે તેમને સાચવીએ. તેમને ખુશ રાખીએ. બસ આ કરવા માં વ્યસ્ત રહીએ તો ખબર પણ નહિ પડે કે દિવસો કેમ જાય છે, કામનો થાક પણ ઓછો લાગશે..

Final Concluding statement : કોઈ વ્યક્તિના જીવનમાં આપણા થકી થતું અજવાળું એક રીતે આપણને જ પ્રકાશિત કરે છે. ❤ એ રસ્તે ચાલીએ તો હરપળ દિવાળી
#Naitik

HAppy Diwali ❤

Happy Janmashthami

લાગે છે સમાજને આંખો નથી. એને ફક્ત જીભ અને કાન છે.
કૃષ્ણ ના વ્યક્તિત્વ ને પૂરેપૂરું સમજવું આપણું તો કામ નહિ,
But obviously ..
આંખ આડા કાન કરતા મને તો નથી આવડતું,
રાધાકૃષ્ણની મૂર્તિ સૌને કેટલી વ્હાલી છે યાર !
રાધે રાધે ની ધૂન એમને ડોલાવે >
ઈશ્વરની પ્રેમિકાનું નામ ઈશ્વર પેહલા ભાવથી લે છે.
પણ ફક્ત નિ:સ્વાર્થ પ્રેમમાં જ રાચતી અને હા
સમાજની મર્યાદા બાબતે Respectively careful
એવી Generation ગુનેહગાર? Immature?Wrong?
લાગે છે સમાજને આંખો નથી. એને ફક્ત જીભ અને કાન છે.
કૃષ્ણના વ્યક્તિત્વ વિષે એક શબ્દ પુરતો છે “પ્રેમ”
પ્રેમ ફક્ત શબ્દ નથી. .
ઈશ્વરકૃપા થી બનેલા કોઈ સંબંધનું નામ હશે?
કદાચ Infinity કે પછી આપણું existence હોઈ શકે !
આપણા જીવનમાં પ્રેમ નું અસ્તિત્વ એ જ કૃષ્ણ.
When Yourself Becomes totally Zero, nd
Someone is Infinite in your life>>
બસ એ જ ક્ષણ કૃષ્ણની પ્રાપ્તિ છે.
મને personally માખણ ખાતા કાનુડા કરતા,
Romanceથી તરબતર કૃષ્ણ વધુ વ્હાલા છે.
આવું બોલતા અચકાતો નથી એ મારું કૃષ્ણપણું જ છે.
ફક્ત જીભ અને કાનવાળા સમાજને કૃષ્ણ સમજાય ત્યારથી સતયુગ શરુ
: નૈતિક

Sher >>>
એક દીવો સળગાવતા ન આવડ્યું,
આમ તો આખું શહેર સળગાવી દઉં .
: ભાવેશ ભટ્ટ

દિવાળીની સવાર હોય અને શહેર દીવાઓ થી પ્રકાશિત હોય ત્યારે આવો કૈક વિચાર અંદર અજવાળું ફેલાવે તે માટે મુક્યો છે. ઈશ્વર ને શોધવાની વાત છે, તેની જરૂર આપણને છે તેમાં તો કોઈ બેમત નથી.. 😉 ક્યારેક કઈ માગવા તો ક્યારે આભાર માનવા, આપણે મનોમન તેમને યાદ કરીએ છીએ, પણ વધારે નજીક જવા શું કરવું?  ભાવેશ ભટ્ટ કહે છે, કે આમ તો એવી તાકાત હોય છે આપણામાં કે આખું શહેર સળગાવી દઈએ. પણ એક દીવો આપણાંથી સળગતો નથી.. કયો દીવો??

ઈશ્વર ને સમજવા માટે આધ્યાત્મિક માર્ગ પણ છે આપણે ત્યાં નથી જવું, મારી એવી હેસિયત પણ નથી કે હું તમને એવી કઈ વાત કરી શકું, બીજો એક રસ્તો science છે. god particle વિષે સમજીએ અને એ પરમ તત્વ ને ઓળખીય જેને બ્રમ્હાંડ નં સર્જન કર્યું છે, પણ ના એવી કોઈ વાત કરી ને તમને બોર નથી કરવા.. ..

બહુ simple વાત છે, આપણી આસપાસ ના વ્યક્તિઓ ને નજર સામે લાવો… સૌથી પેહલા તો જે સૌથી નજીક છે એનો જ હસતો ચેહરો સામે આવશે. કઈ પણ કરી શકીએ આપણે તેમના માટે. . બરાબર ને ? એમના માટે જ તો જીવીએ છીએ એવું લાગતું હોય છે ક્યારેક..

પછી એક વર્ગ એવો આવશે જે રોજબરોજ આપણી સાથે રેહતા હોય એટલા નજીક ન પણ હોય.. છતાં એક અલગ જ મહત્વ ધરાવતા હોય આપણા જીવન માં. જીવન એમના વિના અધૂરું નથી. પણ એમના હોવા થી પૂરું છે એમ તો પાક્કું કહી શકાય. ખેર..

હવે એવા લોકો કે જેમનો વિચાર કરતા જ આપણા ચેહરા ની આકૃતિ બદલાઈ જાય છે. આપણને એમની હાજરી કાંટાની જેમ વાગે છે. પણ એક રીતે જોઈએ તો એ લોકો આપણને પોતાની જેવા બનતા રોકે છે. એમનો તો આભાર માનવો જોઈએ.

બસ આ દરેક ને પ્રેમ કરીએ, આ બધાના ટેન્શન, ચિંતા, બધું જાણવા તત્પર રહીએ.. સૌના સુખ ની ચિંતા કરીએ. બીજાને ખુશ રાખવાની તત્પરતા એ જ આપણા ચહેરાનો આનંદ બની જાય.. ઘણીવાર કોઈને ફક્ત સાંભળવાથી જ એમને સાંત્વના મળતી હોય છે. દિલાસાની પણ જરૂર નથી રેહતી. . . આપણે મધર ટેરેસા ની જેવું જીવન નથી જીવવું તમ્તરે, આજની લાઈફમાં આપણા માટે એ શક્ય પણ નથી. કે નથી કોઈ સમાજસેવા કરતી સંસ્થાને દાન આપવું. પણ આપણી સાથે જે લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે તેમને સાચવીએ. તેમને ખુશ રાખીએ. બસ આ કરવા માં વ્યસ્ત રેહ્સું એટલે ખબર પણ નહિ પડે કે દિવસો ક્યાં જાય છે, કામ નો થાક પણ ઓછો લાગશે..

કોઈને ખુશ કરવાથી મળતી ખુશી નં મહત્વ આપણે જાતે મેળવેલી ખુશી કરતા બમણું હોય છે… …  બીજા ના જીવન માં થતું અજવાળું આપણને પ્રકાશિત કરે છે….

આશા છે આવું જ કૈક કરવાનો પ્રયત્ન કરીએ અને પેલા જે દીવા ની ભાવેશ ભાઈ વાત કરે છે એ સાચા અર્થમાં પ્રગટે એવી શુભકામના, મેં તમને  ઈશ્વર ને મળવાની ચોકલેટ પકડાવી હતી ને, આ માર્ગ પર સતત ચાલવાથી એ મળશે જરૂર. ક્યારે એ ના કહી શકાય.

.. હવે એક અછાંદસ ને માણીએ, દીવો પ્રગટાવવાની વાત એકદમ સરળ ભાષામાં… 🙂

લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ,
આ વખતે તો સ્વયં પ્રગટીએ
ચલો દીવાની જેમ.
ઉદાસીઓના ફટાકડાઓ
ઝટપટ ફોડી દઈને,
ચહેરા ઉપર ફૂલઝડી સમ
ઝરતું સ્મિત લઈને;
કોઈ પણ કારણ વિના જ કરીએ
એકમેકને પ્રેમ…
આ વખતે તો સ્વયં પ્રગટીએ
ચલો દીવાની જેમ.
સૌની ભીતર પડ્યો હોય છે
એક ચમકતો હીરો,
ચલો શોધીએ ભીતર જઈને
ખુદની તેજ-લકીરો;
ભીતર ભર્યું જ છે અજવાળું
ના ઝળહળીએ કેમ?
આ વખતે તો સ્વયં પ્રગટીએ
ચલો દીવાની જેમ.
– અનિલ ચાવડા

 

 

જન્મદિવસ

જન્મદિવસ દરેક ને ગમે છે
પણ મોટા થવું પણ ગમે એ જરૂરી નથી
આપને વ્યસ્તતા માં ગળાડૂબ રહીએ છીએ
પણ આમ જોઈએ તો
આ દિવસ એકાંતને અલગ મસ્તી થી ઉજવે છે
કોઈની એક નાની wish માં પણ
ભારોભાર પ્રેમ છલકે  છે
લયમાં વહે છે નિખાલસ પ્રેમ જ….
ભાઇબંધોનો ખભો ખુમારી આપે છે
પ્રેમ જગતનો સરવાળો છે
સૌના સુખનું ધ્યાન રાખવાની તત્પરતા જ
ચહેરા પરનો આનંદ બની જાય છે….
કેક કાપતી વખતે મીણબત્તીને ફૂંક મારીને
ઓલવી નાખીએ ત્યારે યાદ રાખવું
એનું અજવાળું આપણા  જીવતરમાં પ્રવેશ્યું છે….
ઇશ્વરને સાચો પાડવામાં મશગુલ રહેશું ….
કદાચ આજે નહિ આજથી જ જન્મદિવસ હોય….!  🙂

~ નૈતિક

Heartly Thankig each nd every Person of my life
courtecy: Ankit Trivedi

Reality

Care જેવા તીરના શિકાર બનતા જોયા છે,
જુઠા લાગણીવેડાને પણ પ્યાર કરતા જોયા છે

‘ I am feeling very sad right now 😦 ‘
type કરતા કરતા કૈક ને હસતા જોયા છે,

loneliness ને નાથવા સંબંધ વધારે છે ,
એકલા તો મેં inbox ફુલ હોય એનેય જોયા છે

દિવસ રાત અનેક સાથે smiley 🙂 ની આપલે થાય,
પણ હકીકતમાં આ બધાથી એને કંટાળતા જોયા છે,

નહિ હોય બધેબધું fake ક્યાંક તથ્ય પણ હશે
પણ fake ને fake સ્વીકારતા કોઈને જોયા છે?? 😮

:~ નૈતિક 😉 B-)

Specially on Birthday of Gulzar Sahab

गुलजार सा’ब को उन के जन्मदिन पर बोहत-बोहत बधाइयां ओर शुभकामनाए. ओर उन्ही की लिखी हुइ एक आला नज्म, >>> किताबें….

किताबें झाँकती है बंद अलमारी के शीशों से
बड़ी हसरत से तकती है
महीनों अब मुलाक़ातें नही होती
जो शामें उनकी सोहबत में 

कटा करती थी
अब अक्सर गुज़र जाती है कम्प्यूटर के परदे पर
बड़ी बैचेन रहती है किताबें
उन्हें अब नींद में चलने की आदत हो गई है

जो ग़ज़लें वो सुनाती थी कि जिनके शल कभी गिरते नही थे
जो रिश्तें वो सुनाती थी वो सारे उधड़े-उधड़े है
कोई सफ़्हा पलटता हूँ तो इक सिसकी निकलती है
कई लफ़्ज़ों के मानी गिर पड़े है
बिना पत्तों के सूखे टूँड लगते है वो सब अल्फ़ाज़
जिन पर अब कोई मानी उगते नही है

जबाँ पर ज़ायका आता था सफ़्हे पलटने का
अब उँगली क्लिक करने से बस एक झपकी गुज़रती है
बहोत कुछ तह-ब-तह खुलता चला जाता है परदे पर
क़िताबों से जो ज़ाती राब्ता था वो कट-सा गया है

कभी सीनें पर रखकर लेट जाते थे
कभी गोदी में लेते थे
कभी घुटनों को अपने रहल की सूरत बनाकर
नीम सज़दे में पढ़ा करते थे
छूते थे जंबीं से

वो सारा इल्म तो मिलता रहेगा आइन्दा भी
मगर वो जो उन क़िताबों में मिला करते थे
सूखे फूल और महके हुए रूक्के
क़िताबें माँगने, गिरने, उठाने के बहाने जो रिश्ते बनते थे
अब उनका क्या होगा…!! 

– गुलज़ार

આખું જીવન કૃષ્ણપ્રેમ થી છલોછલ જીવનાર ગુજરાતી કવિતાના કૃષ્ણપ્રેમી કવિ સુરેશ દલાલ ની જન્માંષ્ઠામી ના દિવસે વિદાય. “કૃષ્ણપ્રેમ” અને “પ્રેમ” ને એક નામ માં સમાવીયે એટલે “સુરેશ દલાલ” બને . .
ગુજરાતી કવિતાની ખુમારીનો રણકો એટલે સુરેશ દલાલ…..
સ્વ: સુરેશ દલાલ ની મારી ગમતી મસ્ત રચના સાંભળો

પછી એણે લખ્યું

પછી એણે લખ્યું
“જિંદગી!” –
ને આ આશ્ચર્ય ચિહ્ન (!)
જાણે કે જિંદગી નો
પર્યાય બની ગયું

પછી એણે લખ્યું
“પ્રેમ” –
ને એની વ્યાખ્યા કરતાં કરતાં
એક આખી જિંદગી નિકળી ગઇ

પછી એણે લખ્યું
“હું અને તું” –
ને આ ‘અને’ જેટલું અંતર
અમારી વચ્ચે
કાયમ રહ્યા કર્યું

પછી એણે લખ્યું
“વિરહ” –
ને
કલમની ટાંકણીને
ટેબલ પર જોરથી દાબીને
તોડી નાખી

કોઇ જજ જેમ
મૃત્યુદંડ લખ્યા પછી કરે ને
એમજ…!!!

– મિલિન્દ ગઢવી

Thought

જે તમારી ગતિ અરીસા સુધી કરે ને. . એ શહેર, પણ જે તમારી ગતિ તમારા સુધી કરે. . એ કલા. . . .

Thought. .

ચિંતાઓ ઘેરી વળી હોય,
કઈ ઉકેલ ન સુજતો હોય,
અને એવામાં અચાનક જ . .
કઈ પણ કારણ વિના,
ચેહરા પર નિર્દોષ સ્મિત આવી જાય,
એવા એકાદ કારણ નું જીવન માં હોવું
એમાં જ જીવન ની સાર્થકતા છે.