> द्रढ़ इच्छाशक्ति के आगे नियति को भी जुकना पड़ता है. – चाणक्य

> જીવનમાં કોઇ કામ કર્યા પછી જો તમને થાય કે “આજે મજા આવી ગઇ.” ત્યારે માનવું કે તમે સાચે જ કામ કર્યું છે.બાકી તમે કામ પતાવ્યું છે.

> મહાપુરુષોમાં સંકલ્પ હોય છે, સાધારણ લોકોમાં ઇરછાઓ

> ધારેલું કશું ન બને અને ન ધારેલું બધું જ બને તેનું નામ સંસાર…….!!!!!!

> મારા ખ્યાલ થી થોડો ઘણો અહમ ગળી જવાથી માણસ મરી તો નથી જ જાતો…..

> સંદેશા તો મળે છે પણ ઍમા શુ નવુ છે, હવે તો સાંજ પડે અને તમે મળો બસ ઍજ ઘણુ છે

> ઈશ્વરે અર્પેલી અનેક પ્રકારની શક્તિઓને તમારા પોતાનામાં પ્રગટાવીને કાર્યરત બનાવવામાં જ તમારા કૌશલ્યની કસોટી છે.

> સત્ય ત્રણ પ્રકારનાં હોય છે, મારું સત્ય, તમારું સત્ય અને વાસ્તવિક સત્ય.

> સાચા ને સાચું સાબિત કરો. રીત ભલે ખોટી હોય !!!!!

> સત્યને સત્ય તરીકે, અસત્યને અસત્ય તરીકે, અસત્યમાં રહેલા સત્યને, સત્યમાં રહેલા અસત્યને જોવું એટલે જ મુક્ત મન.

> માણસ જો પોતાના મનથી શાંતિ પ્રાપ્ત ન કરી શકતો હોય, તો દુનિયાનું કોઈપણ સ્થળ તેને શાંતિ આપી શકશે નહીં.

> જે સમાજમાં પ્રેમ ગુનો ગણાય, તેવો સમાજ ગુનાને પ્રેમ કરતો હોય છે…ગુણવંત શાહ

> પોતાનાં વગર દુનિયા અટકી પડશે એવું માનનારાઓથી કબરો ભરેલી છે

> થોડા વર્ષો પેહલા “ધુમ્રપાન” સ્વાસ્થ્ય માટે હાનીકારક હતું, પરંતુ તાજેતરનાં વર્ષોમાં કોઈ ના પર “વિશ્વાસ” ધરાવો તે જીવન માટે હાનીકારક છે..

> આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે.
–લાઈટૉન

> દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ દિલમાં શું હતું એ જોવાનું છે.
–ફાધર વાલેસ

> આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ પાપ નથી.
… –સંત તુલસીદાસ

> બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી, જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે.
–વિનોબાજી

> વગર લેવેદેવે કોઈને કાંઈ સૂચન કરવું કે કોઈને સુધારવા મંડી પડવું એ અહંકારની પેદાશ છે.
–શ્રી મોટા

> જે પરીવર્તન ને અટકાવે છે તે સમયનો સૌથી મોટો અવરોધક છે,મોટાભાગે કબરો જ કદી બદલાતી નથી

> જે વિચારપૂર્વક જીવે છે તે માણસ છે. જે માત્ર જીવ્યે જ રાખે છે તે ઉત્ક્રાંતિનું અપમાન કરે છે.
–ગુણવંત શાહ

> ફક્ત કશું ન કરનારા માણસને જ આળસુ કહેવાય એવું નથી , પણ જેને સારું કે અગત્યનું કામ કરવાનું હોવા છતાં તેને છોડી બીજા કામમાં રચ્યોપચ્યો રહે તે પણ આળસુ કહેવાય.