1.શરીર અસ્તિત્વ છે.હ્રદય અને દિમાગ શરીરની અંદર છે.આંખો અને આંગળીઓ શરીરમાં જ છે.હું જૈનદર્શનની જેમ માનતો નથી કે આ શરીર મિથ્યા છે અને એને તપસ્યા કરીને ,દમન-શમન કરીને ખતમ કરી નાખવું જોઇએ.આ શરીર છે એ જ હું છું.મારો ધર્મ શરીરવાદ છે.
મને ફદફદી ગયેલા,મુર્મુરાના થેલા જેવા કે સાડા પ…ાંચ મહિનાની ગર્ભવતી સ્ત્રી જેવા પેટ લઈને ફરતા ગુજરાતી લેખકો ક્યારેય ગમ્યા નથી.છરહરા શરીરમાં જ તેજ્દીમાગ રહી શકે છે એવું ગ્રીકો મને છે અને પ્રાચીન ગ્રીકોની એ વાત હું હમેશા માનતો રહ્યો છું.

2.આપણા દેશમાં પહેલી વસ્તી ગણતરી અંગ્રેજોએ કરેલી.ત્યાં સુધી આપણા રાજા-મહારાજા-બાદશાહોને વસ્તી ગણતરી કરવાની સુજ નહોતી.

3.અંગ્રેજોએ આપણા દેશમાં દોઢસો વર્ષ રાજ કર્યું પણ કોઈ અંગ્રેજ વાઇસરોય કે ગવર્નરે બ્રિટીશ તાજ સાથે ગદ્દારી કરી નથી.અને આપણા દેશમાં ગદ્દારોને કારણે જ વિદેશીઓ ઘુસ્યા હતા.ગુલામી આપણા હાડકા સુધી ઘુસી ગયી છે.

4.બિન નિવાસી ભારતીયોને આપણે NRI – Non resident indian કહીએ છીએ.ચીનમાં એના જેવો શબ્દ છે Overses chines.તો શું આપણે Overses Indian ન કહી શકીએ ? કેમ દરેક વાતે આપણે નકારાત્મક અંગ્રેજી વાપરીએ છીએ?

5.બારાખડી ના અક્ષરો ઘૂંટાય છે ત્યારે પ્રાણીમાંથી મનુષ્ય બનવાની શરૂઆત થાય છે.મનુષ્ય લખે છે ત્યારે સર્જક બંને છે.લખવું એ એક ક્રાંતિ છે,વાંચવું એ બીજી ક્રાંતિ છે.અને આ બન્ને ક્રાંતિઓની જ્યાં શરૂઆત થાય છે તેને નિશાળ કે સ્કૂલ કહે છે.

6.ગુજરાતમાંથી સંસદમાં જયીને ન બોલનારા નેતાઓ કરતા ગાંધીનગરના વાંદરાઓને મોકલવા જોઇએ જે બીજું કઈ નહિ તો હૂપાહૂપ તો કરે !

7.બીજા વિશ્વયુદ્ધ ઘણું લાંબુ ચાલ્યું હતું.બ્રિટન અને જર્મની એક બીજા પર સખત બોમ્બમારો કરતા પણ કોઈ જર્મન પ્લેન જ્યાં વધારે કોલેજ કે યુનિવર્સીટી હોય એવા સ્થળો પર બોમ્બમારો કરતુ નહિ.એવી જ રીતે બ્રિટન પણ જર્મનીના શાળા-કોલેજ ધરાવતા શહેરો પર બોમ્બમારો કરતુ નહિ.

8.યુરોપ-અમેરિકા માં પાર્ટીની શરૂઆત થતા પહેલા ગરમ સૂપ પીવામાં આવે છે કેમકે એ ઠંડા પ્રદેશો છે.લોંગ ડ્રાઈવ કરીને આવેલા લોકો પાર્ટીની શરૂઆત થતા પહેલા શરીરમાં ગરમાવો લાવવા ગરમ સૂપ પીવે છે.અને આપણે ગરમ પ્રદેશ માં હોવા છતાં એમની નકલ મારીને સૂપ પીએ છીએ!

9.ઇતિહાસને રબરથી ભૂસી શકાતો નથી.

10.ગુજરાતમાં રમખાણ ફાટી નીકળે ત્યારે ઘણા દોઢ ડાહ્યા કહે છે ગાંધીના ગુજરાતમાં આવી હિંસા ? આવી અશાંતિ ? આવા દોઢ હોંશિયાર બુદ્ધ કે મહાવીરના બિહારમાં,રામ અને કૃષ્ણ ના ઉત્તર પ્રદેશમાં કે ગુરુ નાનકદેવના પંજાબ અશાંતિ થાય છે ત્યારે શાંતિની અપીલ લઈને કેમ ઉતરી પડતા નથી ? કારણકે એ એક આંખ બંધ કરી સલામત અંતરે રહી દુરથી દૃશ્ય જોનારા ડાહી માના દીકરા છે!

11.જે જોશી એવો દાવો કરતો રહે છે કે એ હમેશા સાચો પડે છે એ જોશીમાં મને જોશી તરીકે નહિ,પણ માણસ તરીકે પણ વિશ્વાસ નથી.જેને ભૂલ કરવાનો આટલો ભય છે કે જેનામાં ભૂલ કરવાની હિંમત નથી,એ પૂર્ણ મનુષ્ય નથી.

12.સાચા હોવાનો દાવો કરવો એ એક હિન્દુસ્તાની બીમારી છે,ભૂલ કરવાની તૈયારી કે બહાદુરી કે નિશ્ચિંતતા એ અમેરિકન ગુણ છે.

13.ભૂલ કરવી,પ્રયોગ કરતા રહેવું,જૂની ભૂલ સુધારતા રહેવું એ જ વિજ્ઞાનનો શ્વાસોચ્છવાસ છે.

Advertisements