ગઈ કાલે હું હાથ માં મીણ બત્તી લઇ ને ઉભો’તો. તો ગગો મને કે ‘ આ હું કરો છો બાપુ ?’ …….. મેં ગગા ને કીધું ‘ અહમ ઓગાળું છું . કઈ જગુ નો try કરું છું, પણ ઓગળતો જ નથી’
ગગો ચકળ વકળ મને અને મારા હાથ માં રહેલી મીણ બત્તી ને જોવા લાગ્યો. થોડી વાર રહી ને મને કે ‘ બાપુ, અહમ દેખાય છે ક્યાં ?’ ……. મેં કીધું ‘ ગગા, ઈ દેખાતો નથી તોય ગધ નો નડે છે.’
ગગો કે ‘બાપુ તમે તો સર્જન છો. ઈવડા ઈ ને કાપી નાખો’ ….. મેં કીધું ‘ અહમ ને કાપવાનો ન હોય. એને ઓગાળવા નો હોય’. ગગો થોડું વિચારવા લાગ્યો . માથા ઉપર હાથ મૂકી મને કે ‘ એમ ? બાપુ , હું ય એક બે દીવાસળી ચાપું ? તમને મદદ થાહે’…….. મેં કીધું ‘ થઇ જાય. હળગાવ તું તારે. આજે તો અહમ ને ઓગાળે જ છૂટકો’.

તો વળી ગગા એ આખે આખું બાકસ ખાલી કરી નાખ્યું. ગગો મને કે ‘ બાપુ જુઓ તો . હવે તો ઓગળી ગ્યો હશે.’ મેં કીધું ‘ એમ અહમ ઓગળતા હોય , તો લાગણીઓ ના તાપણાં નો કરવા પડતા હોત ‘
ગગો મને કે ‘ બાપુ, કેરોસીન છાંટું ? થોડાક લાકડા લેતો આવું. તાપણાં કરીએ તયે બીજું હું ? ‘……….. મેં કીધું ‘ ગગા, હવે તો આ અહમ , સ્મશાન માં લાકડા અને તાપણાં ની હારે જ ઓગળશે એવું લાગે છે’.

ગગા એ પ્રેમ થી મારા ખભા ઉપર હાથ મુક્યો …….. મને કે ‘ બાપુ , એમ ઢીલા પડો માં. કોઈક દિ નક્કી અહમ ઓગળશે. તમ તમારે હું તમારી હારે છું ને ! બાપુ, ભલે મને અક્કલ ન હોય, તમને પ્રેમ કરું છું હો બાપુ. મારી લાગણી ની હૂંફ તમારી હારે જ છે બાપુ’
હા ગગા હા ……… હંધાય પ્રયત્નો કર્યા …… બધું ય હળગાવી જોયું ……. એમ અહમ ઓગળતા નથી. હવે તો કોઈક ની લાગણી ની હૂંફ થી જ અહમ ઓગળશે. પણ નક્કી ,,,,,,,, ઓગાળવો તો છે જ. શું કહેવું છે તમારું ………. અહમ ઓગળશે ને ?????????
-ડો.નિમિત

લખવું, સારું લખવું, બીજાને ગમે એવું લખવું, આ બધા પર્યાય નહિ પણ વિરોધી શબ્દો છે. હું તો માત્ર વાચક જ છુ. આપણી ભાષાનો વાચક પણ ગૌરવ અનુભવે એવી ભાષા છે. . નીમીતભાઈ નું લખેલું તેમના નામ સાથે અને પુરા માન સાથે અહિયાં મુકું છું.

Advertisements