જન્મદિવસ દરેક ને ગમે છે
પણ મોટા થવું પણ ગમે એ જરૂરી નથી
આપને વ્યસ્તતા માં ગળાડૂબ રહીએ છીએ
પણ આમ જોઈએ તો
આ દિવસ એકાંતને અલગ મસ્તી થી ઉજવે છે
કોઈની એક નાની wish માં પણ
ભારોભાર પ્રેમ છલકે  છે
લયમાં વહે છે નિખાલસ પ્રેમ જ….
ભાઇબંધોનો ખભો ખુમારી આપે છે
પ્રેમ જગતનો સરવાળો છે
સૌના સુખનું ધ્યાન રાખવાની તત્પરતા જ
ચહેરા પરનો આનંદ બની જાય છે….
કેક કાપતી વખતે મીણબત્તીને ફૂંક મારીને
ઓલવી નાખીએ ત્યારે યાદ રાખવું
એનું અજવાળું આપણા  જીવતરમાં પ્રવેશ્યું છે….
ઇશ્વરને સાચો પાડવામાં મશગુલ રહેશું ….
કદાચ આજે નહિ આજથી જ જન્મદિવસ હોય….!  🙂

~ નૈતિક

Heartly Thankig each nd every Person of my life
courtecy: Ankit Trivedi

Advertisements