Sher >>>
એક દીવો સળગાવતા ન આવડ્યું,
આમ તો આખું શહેર સળગાવી દઉં .
: ભાવેશ ભટ્ટ

દિવાળીની સવાર હોય અને શહેર દીવાઓ થી પ્રકાશિત હોય ત્યારે આવો કૈક વિચાર અંદર અજવાળું ફેલાવે તે માટે મુક્યો છે. ઈશ્વર ને શોધવાની વાત છે, તેની જરૂર આપણને છે તેમાં તો કોઈ બેમત નથી.. 😉 ક્યારેક કઈ માગવા તો ક્યારે આભાર માનવા, આપણે મનોમન તેમને યાદ કરીએ છીએ, પણ વધારે નજીક જવા શું કરવું?  ભાવેશ ભટ્ટ કહે છે, કે આમ તો એવી તાકાત હોય છે આપણામાં કે આખું શહેર સળગાવી દઈએ. પણ એક દીવો આપણાંથી સળગતો નથી.. કયો દીવો??

ઈશ્વર ને સમજવા માટે આધ્યાત્મિક માર્ગ પણ છે આપણે ત્યાં નથી જવું, મારી એવી હેસિયત પણ નથી કે હું તમને એવી કઈ વાત કરી શકું, બીજો એક રસ્તો science છે. god particle વિષે સમજીએ અને એ પરમ તત્વ ને ઓળખીય જેને બ્રમ્હાંડ નં સર્જન કર્યું છે, પણ ના એવી કોઈ વાત કરી ને તમને બોર નથી કરવા.. ..

બહુ simple વાત છે, આપણી આસપાસ ના વ્યક્તિઓ ને નજર સામે લાવો… સૌથી પેહલા તો જે સૌથી નજીક છે એનો જ હસતો ચેહરો સામે આવશે. કઈ પણ કરી શકીએ આપણે તેમના માટે. . બરાબર ને ? એમના માટે જ તો જીવીએ છીએ એવું લાગતું હોય છે ક્યારેક..

પછી એક વર્ગ એવો આવશે જે રોજબરોજ આપણી સાથે રેહતા હોય એટલા નજીક ન પણ હોય.. છતાં એક અલગ જ મહત્વ ધરાવતા હોય આપણા જીવન માં. જીવન એમના વિના અધૂરું નથી. પણ એમના હોવા થી પૂરું છે એમ તો પાક્કું કહી શકાય. ખેર..

હવે એવા લોકો કે જેમનો વિચાર કરતા જ આપણા ચેહરા ની આકૃતિ બદલાઈ જાય છે. આપણને એમની હાજરી કાંટાની જેમ વાગે છે. પણ એક રીતે જોઈએ તો એ લોકો આપણને પોતાની જેવા બનતા રોકે છે. એમનો તો આભાર માનવો જોઈએ.

બસ આ દરેક ને પ્રેમ કરીએ, આ બધાના ટેન્શન, ચિંતા, બધું જાણવા તત્પર રહીએ.. સૌના સુખ ની ચિંતા કરીએ. બીજાને ખુશ રાખવાની તત્પરતા એ જ આપણા ચહેરાનો આનંદ બની જાય.. ઘણીવાર કોઈને ફક્ત સાંભળવાથી જ એમને સાંત્વના મળતી હોય છે. દિલાસાની પણ જરૂર નથી રેહતી. . . આપણે મધર ટેરેસા ની જેવું જીવન નથી જીવવું તમ્તરે, આજની લાઈફમાં આપણા માટે એ શક્ય પણ નથી. કે નથી કોઈ સમાજસેવા કરતી સંસ્થાને દાન આપવું. પણ આપણી સાથે જે લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે તેમને સાચવીએ. તેમને ખુશ રાખીએ. બસ આ કરવા માં વ્યસ્ત રેહ્સું એટલે ખબર પણ નહિ પડે કે દિવસો ક્યાં જાય છે, કામ નો થાક પણ ઓછો લાગશે..

કોઈને ખુશ કરવાથી મળતી ખુશી નં મહત્વ આપણે જાતે મેળવેલી ખુશી કરતા બમણું હોય છે… …  બીજા ના જીવન માં થતું અજવાળું આપણને પ્રકાશિત કરે છે….

આશા છે આવું જ કૈક કરવાનો પ્રયત્ન કરીએ અને પેલા જે દીવા ની ભાવેશ ભાઈ વાત કરે છે એ સાચા અર્થમાં પ્રગટે એવી શુભકામના, મેં તમને  ઈશ્વર ને મળવાની ચોકલેટ પકડાવી હતી ને, આ માર્ગ પર સતત ચાલવાથી એ મળશે જરૂર. ક્યારે એ ના કહી શકાય.

.. હવે એક અછાંદસ ને માણીએ, દીવો પ્રગટાવવાની વાત એકદમ સરળ ભાષામાં… 🙂

લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ,
આ વખતે તો સ્વયં પ્રગટીએ
ચલો દીવાની જેમ.
ઉદાસીઓના ફટાકડાઓ
ઝટપટ ફોડી દઈને,
ચહેરા ઉપર ફૂલઝડી સમ
ઝરતું સ્મિત લઈને;
કોઈ પણ કારણ વિના જ કરીએ
એકમેકને પ્રેમ…
આ વખતે તો સ્વયં પ્રગટીએ
ચલો દીવાની જેમ.
સૌની ભીતર પડ્યો હોય છે
એક ચમકતો હીરો,
ચલો શોધીએ ભીતર જઈને
ખુદની તેજ-લકીરો;
ભીતર ભર્યું જ છે અજવાળું
ના ઝળહળીએ કેમ?
આ વખતે તો સ્વયં પ્રગટીએ
ચલો દીવાની જેમ.
– અનિલ ચાવડા

 

 

Advertisements