Latest Entries »

સારા માણસ

આપણે જેવા છીએ એવા આપણી જાત આગળ રજુ થઈએ તો માણસ બનવા માટે ચિંતા કરવી નહીં પડે ! ‘સારા માણસ’ થવું એ આપણી હોબી હોવી જોઈએ. આદતમાં વધારો થતો જાય ત્યારે આપણે મોટા માણસ બનવાની સ્પર્ધામાં આગળ વધીએ છીએ. આદતમાં ઘટાડો થતો જાય ત્યારે સારા માણસ બનવાની આદતમાં વધારો થતો જાય છે

Advertisements

જે માણસે પુસ્તકો નથી વાંચ્યા એ તો પછડાટના સમયે ફાંફાં મારવાનો જ. પણ જે માણસે હાથમાં એકાદ વાર પણ પુસ્તક નથી લીઘું એ પણ બિચારો જ લાગવાનો! પુસ્તકને હથેળીમાં લેતાં જ એના લખનારનું સ્પંદન તમને એના સંમોહનમાં વશ કરી લે છે! પુસ્તક ત્યારે એવું આકર્ષણ જન્માવે છે જે તમારી રગેરગમાં વરસાદને વાવીને વાદળના વૃક્ષો ઉછેરતું હોય એમ લાગે છે! પુસ્તક મનની સ્વસ્થતાને તંદુરસ્ત બનાવે છે. મનની અવળચંડાઇને લખનારના મન સાથે મૂકવાથી બે પાટા સામસામે આવે છે અને વિચારોની ટ્રેન પહોંચવી જોઇએ એવા સ્ટેશને પહોંચી જાય છે.
વાંચવાના સમયે મૌન રહેવાય છે. પુસ્તકોમાં શબ્દો છે પણ એની ભાષામાં મૌનના કાગળનો પ્રદેશ છે. પુસ્તકોમાં બુકમાર્ક હોય એ જરૂરી નથી, ઘણીવાર પુસ્તકો સ્વયમ જીવનના બુકમાર્ક થઇ જતાં હોય છે. તમારે તમારી સરહદો ઓળંગવી છે?, મોટા થયાં પછી પણ જેવા છીએ તેવા રહેવાનું ગમે છે?, તમારા સરનામે તમને કાગળ લખવો છે?, આંખોના આંસુને કોઇને ખબર ન પડે એમ સાંત્વના આપવી છે? સામે ઊભેલા ઝંઝાવાતને કોઇની ઓળખાણ કાઢીને શાંત પાડવો છે? – તો, તો, તમારે પુસ્તકો વાંચવા પડશે. રસ્તો નકશામાં જ હોય એવું ક્યાં બને છે? જીવનના રસ્તાના ઘણા બધા નકશાઓ પુસ્તકોમાં વળ ખાઇને બેઠા થયાં છે. માણસાઇની હમશકલ છે પુસ્તકો!

અહં ઓગળશે ??

ગઈ કાલે હું હાથ માં મીણ બત્તી લઇ ને ઉભો’તો. તો ગગો મને કે ‘ આ હું કરો છો બાપુ ?’ …….. મેં ગગા ને કીધું ‘ અહમ ઓગાળું છું . કઈ જગુ નો try કરું છું, પણ ઓગળતો જ નથી’
ગગો ચકળ વકળ મને અને મારા હાથ માં રહેલી મીણ બત્તી ને જોવા લાગ્યો. થોડી વાર રહી ને મને કે ‘ બાપુ, અહમ દેખાય છે ક્યાં ?’ ……. મેં કીધું ‘ ગગા, ઈ દેખાતો નથી તોય ગધ નો નડે છે.’
ગગો કે ‘બાપુ તમે તો સર્જન છો. ઈવડા ઈ ને કાપી નાખો’ ….. મેં કીધું ‘ અહમ ને કાપવાનો ન હોય. એને ઓગાળવા નો હોય’. ગગો થોડું વિચારવા લાગ્યો . માથા ઉપર હાથ મૂકી મને કે ‘ એમ ? બાપુ , હું ય એક બે દીવાસળી ચાપું ? તમને મદદ થાહે’…….. મેં કીધું ‘ થઇ જાય. હળગાવ તું તારે. આજે તો અહમ ને ઓગાળે જ છૂટકો’.

તો વળી ગગા એ આખે આખું બાકસ ખાલી કરી નાખ્યું. ગગો મને કે ‘ બાપુ જુઓ તો . હવે તો ઓગળી ગ્યો હશે.’ મેં કીધું ‘ એમ અહમ ઓગળતા હોય , તો લાગણીઓ ના તાપણાં નો કરવા પડતા હોત ‘
ગગો મને કે ‘ બાપુ, કેરોસીન છાંટું ? થોડાક લાકડા લેતો આવું. તાપણાં કરીએ તયે બીજું હું ? ‘……….. મેં કીધું ‘ ગગા, હવે તો આ અહમ , સ્મશાન માં લાકડા અને તાપણાં ની હારે જ ઓગળશે એવું લાગે છે’.

ગગા એ પ્રેમ થી મારા ખભા ઉપર હાથ મુક્યો …….. મને કે ‘ બાપુ , એમ ઢીલા પડો માં. કોઈક દિ નક્કી અહમ ઓગળશે. તમ તમારે હું તમારી હારે છું ને ! બાપુ, ભલે મને અક્કલ ન હોય, તમને પ્રેમ કરું છું હો બાપુ. મારી લાગણી ની હૂંફ તમારી હારે જ છે બાપુ’
હા ગગા હા ……… હંધાય પ્રયત્નો કર્યા …… બધું ય હળગાવી જોયું ……. એમ અહમ ઓગળતા નથી. હવે તો કોઈક ની લાગણી ની હૂંફ થી જ અહમ ઓગળશે. પણ નક્કી ,,,,,,,, ઓગાળવો તો છે જ. શું કહેવું છે તમારું ………. અહમ ઓગળશે ને ?????????
-ડો.નિમિત

લખવું, સારું લખવું, બીજાને ગમે એવું લખવું, આ બધા પર્યાય નહિ પણ વિરોધી શબ્દો છે. હું તો માત્ર વાચક જ છુ. આપણી ભાષાનો વાચક પણ ગૌરવ અનુભવે એવી ભાષા છે. . નીમીતભાઈ નું લખેલું તેમના નામ સાથે અને પુરા માન સાથે અહિયાં મુકું છું.

પ્રિય ભાવનગર,
આશા રાખું છું …… તું મજા માં હોઈશ. મમ્મી ને ‘તું’ કહું છું એટલે તને પણ ‘તું’ જ કહીશ. તારા ખોળામાં ઉછરેલાં મેં …. તારા જ ખભા ઉપર બેસી ને બાળપણ જોયેલું છે. મોટો થયો એટલે તારા થી દુર અહિયાં માસી ( પુને ને હું મારી માસી કહું છું) પાસે આવ્યો છું.
માસી ચોક્કસ ‘માં’ જેવો પ્રેમ કરી શકે …. પણ ‘માં’ બની શકે નહિ.
તારા ઉપર રોજ કરાતી અસંખ્ય ‘ગંદકીઓ’ ને જોઈ ને…. હું એટલું તો શીખી ગયો છું કે ‘ લોકો તો ગંદકી કરશે જ……… આપણે કાયમ બગીચા જેવું જ રહેવાનું’. તે તારા હૈયા માં કેટલા બધા બગીચા સમાવેલા છે. આટલી બધી કોમળતા નો …… ભાવનગર ….તને ભાર નથી લાગતો ?
ભાવનગર, તે મને ફક્ત સદભાવ જ નહિ ….. સમભાવ પણ શીખવ્યો હતો. તે બધા ભાવ શીખવેલા છે … બસ પ્રતિભાવ આપવાનું શીખવ્યું નથી.
PUNE માં બધું જ મળે છે …… પણ ભાવનગર, તારો ભાવ અહિયાં ક્યાં થી લાવું.
ભાવનગર, તારા ફક્ત ‘ભાવ’ ના જ નહિ…… ‘સ્વભાવ’ ના પણ ભૂખ્યાં છીએ.
આ મુંબઈ વાળા લોકો તારા વિષે બેફામ બોલે છે . તને કેટલાય તિરસ્કાર ની નજર થી જોવે છે. તોય તું ચુપ છે ?? તારું રૂવાડું ય ફરકતું નથી? લાગે છે ….. એક સોડા ના બે ભાગ કરી ને….. તું ‘તિરસ્કાર’ ને પણ પચાવી જાય છે. તારી આજ વાત તો ગમે છે.
તને ક્યારેય ‘metro’ થવા નો શોખ જાગ્યો જ નથી. તને ક્યારેય આગળ વધવાની ઈચ્છા થઇ જ નથી. તે ફક્ત તારા બાળકો ને આગળ કર્યા છે. ‘પાર્થિવ ગોહિલ’ ને મુંબઈ પહોચાડી ને તને જે આનંદ થયો તો …એ હજી પણ મને યાદ છે.
ભાવનગર, તે ક્યારેય મોટી મોટી વાતો કરી નથી. તે ફક્ત તારા કુટુંબ ને સાચવ્યું છે. સાલી, કોઈ ની સાથે હરીફાઈ કરવાની દાનત,,,,,તારા માં આવી જ નહિ. કોઈ ને પછાડી ને પ્રગતિ કરવાની ….. એવું તને કેટલીય વાર અમે સમજાવ્યું હશે …. પણ તે ક્યારેય એ કર્યું નથી.
તે ફક્ત તખ્તેશ્વર માં બેસી ને ભક્તિ કરી છે ……. કલા ની, સંસ્કાર ની, માન-સ્વમાન-સ્વાભિમાન ની, પરોપકાર ની અને ઈશ્વર ની.
તારા હૈયા માં વસતાં ….તારી કુખે જન્મેલા …… આટલા બધા કવિઓ ……. તારા ઉપર ઈશ્વર નો આશીર્વાદ છે ‘માં’.
જે બાળક પોતાની ‘માં’ ને પ્રેમ ન કરી શકે , પોતાના વતન ને પ્રેમ ન કરી શકે…. એ દુનિયા ને તો શું … પ્રેમિકા ને પણ પ્રેમ ન કરી શકે……એવું તો તે મને દક્ષિણામૂર્તિ ની ‘નાની બકુલ’ માં જ સમજાવેલું.
તે બનાવેલા દરેક ‘CIRCLE’ ને ફરી ફરી ને …… હવે એટલું તો સમજી ગયો છું ….. દુનિયા પણ ગોળ છે. અને દુનિયા માં ગમે ત્યાં જાવ, એ ‘CIRCLE’ ફરી ને ………..અંતે તો ‘ઘોઘા સર્કલ’ (ઘરે) જ પાછું આવવાનું છે. ધરતી નો છેડો ‘ઘોઘા સર્કલ’.
ગાય ને પણ ‘માતા’ કહેતા ( જેઓ ‘માં’ પ્રથા માં માને છે તેઓ) …. તો પછી એક ‘માં’ ની અંદર રહેલી આટલી બધી ‘માતાઓ’ આ બહાર ના લોકો ને કેમ ખૂંચે છે? ક્યાંક તારા માતૃત્વ ની ઈર્ષા તો નથી ને ?
હજુ સુધી તે અમને ‘ઈર્ષા’ શીખવી નથી …..એટલે જાજી એના વિષે ખબર નથી.
એક વાત કાન માં કહું. તારા માં છે એના કરતાં વધારે ‘ગાંડા’ દિલ્હી – મુંબઈ માં જોયા છે. કેટલાક તો લોકસભા – વિધાનસભા સુધી પહોચ્યા છે. તો પછી તારા માં રહેલા આ માનસિક વિકલાંગ બાળકો ……આ બહાર ના લોકો ને કેમ ખૂંચે છે?’ આ INSANE WORLD સાથે DEAL કરવા માટે INSANE થવું પડે …. તો એમાં ખોટું શું છે ?
ભાવનગર, તારા ખોળા માં માથું મૂકી ને ફરી એક વાર સુઈ જવું છે…… તારું સંગીત સાંભળતા સાંભળતા. તે હંમેશા ભાઈચારો શીખવ્યો છે……ભાગીદારી નહિ.
દિવાળી તો એક બહાનું છે…… તને જ મળવા આવું છું. તને જયારે મળીશ….. એજ મારી દિવાળી છે. રાતે મોડો ઘરે આવીશ…… ભાવનગર , પહેલા ની જેમ ખાધા પીધા વગર મારી રાહ ના જોઇશ. તું સુઈ જજે . આપણે બીજે દિવસે સવારે મળીશું.
મને ખબર છે, તોય તું મારી રાહ જોઇશ કારણકે તું એક ‘માં’ છે ………………રાહ જોઇશ ને મારી?
-ડો.નિમિત (સદભાવનગર થી )
( ભાવનગર માં થી તો નિકળ્યો …… પણ મારા માંથી ભાવનગર નિકળતું નથી એનું શું ? )

1.શરીર અસ્તિત્વ છે.હ્રદય અને દિમાગ શરીરની અંદર છે.આંખો અને આંગળીઓ શરીરમાં જ છે.હું જૈનદર્શનની જેમ માનતો નથી કે આ શરીર મિથ્યા છે અને એને તપસ્યા કરીને ,દમન-શમન કરીને ખતમ કરી નાખવું જોઇએ.આ શરીર છે એ જ હું છું.મારો ધર્મ શરીરવાદ છે.
મને ફદફદી ગયેલા,મુર્મુરાના થેલા જેવા કે સાડા પ…ાંચ મહિનાની ગર્ભવતી સ્ત્રી જેવા પેટ લઈને ફરતા ગુજરાતી લેખકો ક્યારેય ગમ્યા નથી.છરહરા શરીરમાં જ તેજ્દીમાગ રહી શકે છે એવું ગ્રીકો મને છે અને પ્રાચીન ગ્રીકોની એ વાત હું હમેશા માનતો રહ્યો છું.

2.આપણા દેશમાં પહેલી વસ્તી ગણતરી અંગ્રેજોએ કરેલી.ત્યાં સુધી આપણા રાજા-મહારાજા-બાદશાહોને વસ્તી ગણતરી કરવાની સુજ નહોતી.

3.અંગ્રેજોએ આપણા દેશમાં દોઢસો વર્ષ રાજ કર્યું પણ કોઈ અંગ્રેજ વાઇસરોય કે ગવર્નરે બ્રિટીશ તાજ સાથે ગદ્દારી કરી નથી.અને આપણા દેશમાં ગદ્દારોને કારણે જ વિદેશીઓ ઘુસ્યા હતા.ગુલામી આપણા હાડકા સુધી ઘુસી ગયી છે.

4.બિન નિવાસી ભારતીયોને આપણે NRI – Non resident indian કહીએ છીએ.ચીનમાં એના જેવો શબ્દ છે Overses chines.તો શું આપણે Overses Indian ન કહી શકીએ ? કેમ દરેક વાતે આપણે નકારાત્મક અંગ્રેજી વાપરીએ છીએ?

5.બારાખડી ના અક્ષરો ઘૂંટાય છે ત્યારે પ્રાણીમાંથી મનુષ્ય બનવાની શરૂઆત થાય છે.મનુષ્ય લખે છે ત્યારે સર્જક બંને છે.લખવું એ એક ક્રાંતિ છે,વાંચવું એ બીજી ક્રાંતિ છે.અને આ બન્ને ક્રાંતિઓની જ્યાં શરૂઆત થાય છે તેને નિશાળ કે સ્કૂલ કહે છે.

6.ગુજરાતમાંથી સંસદમાં જયીને ન બોલનારા નેતાઓ કરતા ગાંધીનગરના વાંદરાઓને મોકલવા જોઇએ જે બીજું કઈ નહિ તો હૂપાહૂપ તો કરે !

7.બીજા વિશ્વયુદ્ધ ઘણું લાંબુ ચાલ્યું હતું.બ્રિટન અને જર્મની એક બીજા પર સખત બોમ્બમારો કરતા પણ કોઈ જર્મન પ્લેન જ્યાં વધારે કોલેજ કે યુનિવર્સીટી હોય એવા સ્થળો પર બોમ્બમારો કરતુ નહિ.એવી જ રીતે બ્રિટન પણ જર્મનીના શાળા-કોલેજ ધરાવતા શહેરો પર બોમ્બમારો કરતુ નહિ.

8.યુરોપ-અમેરિકા માં પાર્ટીની શરૂઆત થતા પહેલા ગરમ સૂપ પીવામાં આવે છે કેમકે એ ઠંડા પ્રદેશો છે.લોંગ ડ્રાઈવ કરીને આવેલા લોકો પાર્ટીની શરૂઆત થતા પહેલા શરીરમાં ગરમાવો લાવવા ગરમ સૂપ પીવે છે.અને આપણે ગરમ પ્રદેશ માં હોવા છતાં એમની નકલ મારીને સૂપ પીએ છીએ!

9.ઇતિહાસને રબરથી ભૂસી શકાતો નથી.

10.ગુજરાતમાં રમખાણ ફાટી નીકળે ત્યારે ઘણા દોઢ ડાહ્યા કહે છે ગાંધીના ગુજરાતમાં આવી હિંસા ? આવી અશાંતિ ? આવા દોઢ હોંશિયાર બુદ્ધ કે મહાવીરના બિહારમાં,રામ અને કૃષ્ણ ના ઉત્તર પ્રદેશમાં કે ગુરુ નાનકદેવના પંજાબ અશાંતિ થાય છે ત્યારે શાંતિની અપીલ લઈને કેમ ઉતરી પડતા નથી ? કારણકે એ એક આંખ બંધ કરી સલામત અંતરે રહી દુરથી દૃશ્ય જોનારા ડાહી માના દીકરા છે!

11.જે જોશી એવો દાવો કરતો રહે છે કે એ હમેશા સાચો પડે છે એ જોશીમાં મને જોશી તરીકે નહિ,પણ માણસ તરીકે પણ વિશ્વાસ નથી.જેને ભૂલ કરવાનો આટલો ભય છે કે જેનામાં ભૂલ કરવાની હિંમત નથી,એ પૂર્ણ મનુષ્ય નથી.

12.સાચા હોવાનો દાવો કરવો એ એક હિન્દુસ્તાની બીમારી છે,ભૂલ કરવાની તૈયારી કે બહાદુરી કે નિશ્ચિંતતા એ અમેરિકન ગુણ છે.

13.ભૂલ કરવી,પ્રયોગ કરતા રહેવું,જૂની ભૂલ સુધારતા રહેવું એ જ વિજ્ઞાનનો શ્વાસોચ્છવાસ છે.

મોટા માણસની વ્યાખ્યા શું ? જેની પાસે ખૂબ પૈસો હોય તે ! જે ખૂબ સુખી દેખાતો હોય તે ? જેનું બધા જ માનતા હોય તે ? જે બધાને સલાહો આપતો હોય તે ? તો પછી બસનો કંડકટર કે રિક્ષાવાળો જે બાંધેલી આવકમર્યાદામાં પોતાનું ગુજરાન ચલાવે છે અને રાત્રે સરસ નસકોરાવાળી ઉંઘ લે છે એને કઈ કેટેગરીમાં મૂકીશું ? મઘ્યમવર્ગનો માણસ સામાન્ય રીતે જીવન જીવે છે એ મોટો માણસ ના કહેવાય ? ‘મોટો માણસ’ સુખી જ હોય એ જરૂરી નથી. અને સુખી માણસને ‘મોટા માણસ’ બનવામાં રસ નથી પડતો !નાનકડા ઘરમાં જીંદગીની મુશ્કેલીઓને હસતા હસતા જીવી કાઢતો આમઆદમી મોટા બનવા કરતા ‘સારા’ બનવાનું વધારે પસંદ કરે છે.

જે દેખાય છે તે સુખ છે પરંતુ જે અંદરથી અનુભવાય છે તે આનંદ છે. સુખને આંખો છે, આનંદને હૃદય છે. સુખની આંખોને નીંદાના ચશ્મા અને દુઃખનો મોતીયો આવે છે. આનંદના હૃદયને આ બધી પળોજણમાંથી મુકિત મેળવવી છે. મોટો માણસ સુખના રસ્તે ઘર બાંધવામાં પડયો છે. ‘મોટા’ બનવાની ગતિ પૂરપાટ છે. ‘બનવાની’ વ્યાખ્યા આપણી અપેક્ષાઓ ઉપર નિર્ભર છે. કશું જ નક્કી કર્યા વગર જીવનનો રસ્તો નક્કી કરતાં કરતાં સફળતાનો નકશો બનાવવો તે આવડતની વાત છે. આવી આવડત બધા પાસે હોય છે આપણે તેને નકારીને દુનિયાની ઝડપને સ્વીકારીએ છીએ.દુનિયાની દ્રષ્ટિએ મોટા માણસ થવાની છૂટ છે. મોટા માણસની આંખોથી પણ દુનિયા જોવાની મઝા આવે છે. સપનું મોટા માણસની દુનિયાનું કેન્દ્ર બિંદુ છે. સપનું આપણા આનંદને હિપ્નોટાઈસ કરે છે. આંખો બંધ આંખે આપણને દ્રશ્યોની ચોકલેટ આપીને બે પાંપણ વચ્ચે ચગળવાની મઝા અપાવે છે. આંખો ખુલ્યા પછી ખબર પડે કે જીભ પર સ્વાદ હતો જ નહીં અને જે આંખો દ્રશ્યોનું લાલનપાલન કરવામાં વ્યસ્ત હતી એ આંખો તો હજુરીયાની માફક સપનાની વાહ વાહ કરે છે !મોટા માણસો આવું કશું જ વિચારતા નથી. માણસાઈ એમને માટે વિગતદોષ છે. સામેવાળાની બધી જ નબળાઈઓથી એ વાકેફ હોય છે. એમની સત્તાનો એમને કેફ હોય છે. બધા જ મોટા માણસો આવા નથી હોતા. કહેવાતા મોટા માણસો પાનાઓના પાનાઓ ભરાઈ જાય એવી આત્મકથાઓના જીવંત પાત્રો હોય છે. મોટો માણસ આગળ આવવાની સ્પર્ધામાં નથી ઊતરતો ! એ જયાં છે ત્યાંથી પોતાની ગતિને મક્કમ અને મોઘમ રીતે સાચવીને આગળ વધે છે.કશું છોડીને આગળ આવીએ અથવા તો પહેલાં સાઇકલ હતી હવે કાઇનેટીક આવ્યું આજે ગાડી લીધી – આ બઘું મોટા બનવાની વ્યાખ્યામાં નથી આવતું ! આ બઘું તો આગળ વધવાની સમજણ સાથે આવે છે. વસ્તુઓ બદલાવવાથી વ્હાલમાં ફરક પડતો હોત તો દુકાનોના માલિકો રમકેરેટની માણસાઈના સંવાહકો હોત ! દિવસની દોડધામને અંતે તમારી સાંજ કેવી પડે છે એનાથી તમારા અભિગમના ટાંટીયા મેળવાતા હોય છે.તમારા ખિસસ્ને પરવડે છે તે આનંદ છે. પરંતુ આપણને ખિસ્સામાં વધારે ભરવાની આદત છે. પરીણામે ‘મોટા બનવું’ પડે છે.

આપણે જેવા છીએ એવા આપણી જાત આગળ રજુ થઈએ તો માણસ બનવા માટે ચિંતા કરવી નહીં પડે ! ‘સારા માણસ’ થવું એ આપણી હોબી હોવી જોઈએ. આદતમાં વધારો થતો જાય ત્યારે આપણે મોટા માણસ બનવાની સ્પર્ધામાં આગળ વધીએ છીએ. આદતમાં ઘટાડો થતો જાય ત્યારે સારા માણસ બનવાની આદતમાં વધારો થતો જાય છે.મોટા માણસોની લાઈફ સ્ટાઈલ સાવ કાઢી નાંખવા જેવી નથી. એમાં સચ્ચાઇની સુગંધનો સંબંધ હોય છે. તમે તમારી જાતનું એનાલિસીસ કર્યું છે. આપણે સારા કે મોટા બંનેની વચ્ચે ઝોલા ખાતા માણસો લાગતા હોઈશું. ખરેખર તો આપણે મોટા માણસની સાથે સાથે સારા માણસને જાળવી રાખવાનો છે. કુદરત નક્કામા ઘાસની સાથે સાથે જરૂરીયતાની વનસ્પતિ પણ ઊગાડે જ છે…

:- અંકિતભાઈ ત્રિવેદી . .

કૃષ્ણ દવે

અજવાળાનો સ્ટોક કરીને, સૂરજને પણ બ્લોક કરીને,

પોતે તડકો થઈને વ્યાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

સંબંધોની ફાઈલ રાખી ને ચહેરા પર સ્માઈલ રાખી,

લાગણીઓ લેસરથી કાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

શબ્દ શબ્દને વાટી વાટી, અર્થોનું કેમિકલ છાંટી,

જળમાં પણ ચિનગારી ચાંપે, માણસ છે, બિઝનેસ કરે છે.

કલરવને પણ ટેપ કરીને, કંઠ ઉપર પણ રેપ કરીને,

માગે તે ટહુકા આલાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

ચકમક લોઢું ઘસતાં ઘસતાં, ફૂંક લગાવી હસતાં હસતાં,

જ્યાં જ્યાં સળગે ત્યાં ત્યાં તાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

પોતાનું આકાશ બતાવી, સૂરજ, તારા, ચન્દ્ર ગણાવી,

વાદળ ફૂટપટ્ટીથી માપે, માણસ છે, બિઝનેસ કરે છે.

– કૃષ્ણ દવે

સમય નથી…

સમય નથી…
બધીજ ખુશી છે લોકોના દામનમાં
પણ એક હાસ્ય માટે સમય નથી
.

…દિવસ રાત દોડતી આ દુનિયામાં
જીવન માટે જ સમય નથી
.

મા ના હાલરડા નું સંભારણું તો છે
પણ મા ને મા કેહવાનો સમય નથી
.

બધાજ સંબંધોને તો આપણે મારી નાંખ્યા
હવે તેને દફનાવવાનો સમય નથી
.

બધાં જ નામ મોબાઈલ પર છે
પણ મિત્ર માટે સમય નથી
.

બીજાની શું વાત કરીએ
જ્યાં પોતાના માટે સમય નથી
.

આંખોમાં નીંદર છે ઘણી
પણ સુવા માટે સમય નથી
.

હૃદય છે વ્યથાઓથી ભરેલુ
પણ રડવા માટે સમય નથી
.

પૈસા પાછળ દોટ એવી મૂકી છે
કે હવે થાક લેવા માટે સમય નથી
.

બીજાના ઉપકારની શું કદર કરીએ
જ્યાં પોતાના સ્વપનો માટે સમય નથી
.

તું જ બતાવ હે જિંદગી
આ જિંદગીનું શું થશે
કે હર પળ મરવાવાળાને
જીવવા માટે સમય નથી…

આ બધી કમાલ “મરીઝ” ની છે.

.

રહી ગઈ મુજ દોસ્તોની આબરુ,

મેં મુસીબત માં મદદ માગી નહિ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

હવે જીંદગીભર રુદન કરવું પડશે,

કે મોકા પર આંખોમાં આંસુ ન આવ્યા.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

શું થયું ? તેય ક્યાં ખબર છે મને?

શું થવાનું હશે ,  ખુદા જાણે  . . . !

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એનો નથી ખ્યાલ કે તારી નજર નથી,

દુ:ખ એ જ છે કે જોઈ રહ્યા છે બધાં મને.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

કિસ્સો શરુ થયો હતો ફક્ત તારા નામથી,

આગળ જતા એ વાત આમારી બની ગઈ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ઝેર પીવામાં કશી મર્દાનગી નથી હોતી,

મર્દ એનું નામ જે ક્રોધને પી ગયો.

સાચવવા   પડે     સંબંધો   કદી   સાચા   નથી   હોતા ,
અને   જો   સંબંધો   સાચા   હોય   તો   એને   સાચવવા   નથી   પડતા

વ્યવહાર   નથી   બદલાતા   સંજોગો   બદલાય   છે , માણસ   નથી   બદલાતા   ખાલી   તેમના   અભિગમ   બદલાય   છેમાણસને   સાચા   સ્વરૂપમાં   ઓળખવો   હોય   તો   તેને   સતાસ્થાને   બેસાડો .

જીવન   માં   એટલી   બધી   ભૂલો   ના   કરવી   કે   પેન્સિલ   પેહલા     રબર   ઘસાઈ   જાય  !

જીવન   માં   ફક્ત   એક   સારી   વ્યક્તિ   નો   સાથ   હોય   તો  આખી   જિંદગી   જીવી   શકાય   છે ,
પણ   ક્યારેક   ફક્ત     એક   સારી   વ્યક્તિ   ની   શોધ   માં  આખી   જિંદગી   વીતી   જાય   છે .

દરેક   માણસ   પાસે   એક   એવું   મોટું   કબ્રસ્તાન   હોવું   જોઇએ , કે   જેમાં     પોતાના   મિત્રોના   દોષો   દફનાવી   શકે

મિત્ર     એવી   વ્યક્તિ   છે   કે   જે   તમારા   હ્દય   મા   ગુંજ્તા   ગીત   ને   જાણે   છે અને       ગીત   ને   યાદ   કરાવે   છે   જ્યારે   તમે   ગીત   ના   શબ્દો   ભુલી   જાઓ   છો .  
——————————————————————————————————————————————–
 
પુરુષને   પરાજિત   કરવો   હોય   તો   એના   અહમને   પંપાળો   અને  
સ્ત્રીને   પરાજિત   કરવી   હોય   તો   એની   પ્રશંસા   કરો  !!
———————————————-

તમે   યોગી     થઇ   શકો   તો   નો   પ્રોબ્લેમ   પણ   બધાને  ઉપ યોગી   જરૂર   થાજો  !!
———————————————–

દીકરો   એટલે   સુખડનો   ટુકડો  , દીકરી   એટલે   કસ્તુરી  . બન્નેને   બરાબર   સાચવી   શકો   તો    
બન્ને   જાતે   ઘસાઇને   સુવાસ   ફેલાવે   !!
———————————————–

પ્રશ્ન  :: ડાહ્યા   માણસની   વ્યાખ્યા   શું  ?
જેના   કાન   લાંબા  , આંખ   મોટી   અને   જીભ   ટૂંકી   હોય    માણસ   સૌથી   ડાહ્યો  
————————————————
 
પુરુષને   મહાત   કરી   શકે   એવી   બે   વિશેષતા   સ્ત્રી   ધરાવે  છે  
એક  ,   રડી   શકે   છે   અને   બે  ,   ધારે   ત્યારે   રડી   શકે   છે   !!!!!
————————————————————–          

આખી   જીંદગી   આંકડા   તમે   માંડો   અને  છેલ્લે   સરવાળો   કોઈ   બીજું     કરી   જાય   એનું   નામ  ( બદ્  ) નસીબ   !